દેશના કેટલાક રાજ્યોએ ફરજિયાતપણે માસ્ક પહેરવા સહિતના મહામારી સંબધી પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધોૈ છે. ફરજિયાતપણે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપનાર રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. કોરોના સંબધિત તમામ પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરી છે.
દેશમાં કોરોનાના નવા ૧૨૨૫ કેસો નોંધવામાં આવ્યા છે. જેના કારણે દેશમાં કોરોનાના અત્યાર સુધીના કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૨૪,૪૪૦ થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૧૪,૩૦૭ થઇ ગઇ છે.
કોરોનાને કારણે વધુ ૨૮ના મોત થવાને કારણે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૧,૧૨૯ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૩૯૭ કેસોનો ઘટાડો થયો છે.
દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટીવ રેટ ૦.૨૦ % અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૨૩ % નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬,૦૭,૯૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૮.૯૧ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.