કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ આજે ભાવમાં વૃદ્ધિ જાહેર કરી છે.
અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ સીએનજીના ભાવમાં કિલોએ રૂપિયા ૫ ની વૃદ્ધિ જાહેર કરી હોવાનું ડીલર નેટવર્કનાં સૂત્રોએ જણાવ્યું હતું.
આજથી અમદાવાદ કે અદાણી ગેસના પંપ ઉપર સીએનજીનો ભાવ ૭૯.૫૯ પ્રતિ કિલો થયા છે જે અત્યાર સુધી રૂ.૭૪.૫૯ હતા.
ગૃહ વપરાશમાં પાઇપ ગેસના ભાવમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ૧.૬૦ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ સુધીના વપરાશ માટે અત્યારે રૂ ૧૨૦૧નો ભાવ હતો તે હવે વધી ૧૩૬૯ કરવામાં આવ્યો છે અને તેના કરતાં વધુ વપરાશનો ભાવ રૂ.૧૩૭૪ સામે વધીને ૧૩૯૭.૨૦ થઈ ગયા છે