ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-૧૯ના  કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મીએ રવિવારે સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા ૨,૦૦૦ થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે.

જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજો અનુસાર સંખ્યા ૧૦,૦૦૦ થી વધુ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનાના ૪૩૮ નવા કેસની પુષ્ટિ થઈ છે.ઉલ્લેખનીય છે કે, ૭,૭૮૮ કેસોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

કોરોના વાયરસના કુલ ૪,૪૫૫ નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે નોંધાયેલા કેસો કરતા વધુ છે. જો કે આ સંખ્યા ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે.

A police officer in a protective suit keeps watch at an entrance to a tunnel leading to the Pudong area across the Huangpu river, after traffic restrictions amid the lockdown to contain the spread of the coronavirus disease (COVID-19) in Shanghai, China March 28, 2022. REUTERS/Aly Song

૨૦૧૯ના અંતમાં વુહાનમાં જોવા મળેલા કેસો પછી દૈનિક કેસ ચીનમાં સૌથી વધુ છે. ૨૬ મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જો કે પૂર્વીય પુડોંગ ક્ષેત્રના રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ પુડોંગ પ્રદેશ શુક્રવારથી ચાર દિવસ માટે લોકડાઉન હેઠળ છે. શાંઘાઈમાં હાલ ઘણા લોકો લોકડાઉન અંગેની ફરિયાદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *