આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ પ્રદેશ શ્રી ગોપાલ ઇટાળીયા પોતાના પ્રથમ સંબોધનમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાટીઁના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માન સાહેબના ગુજરાત પ્રવાસથી AAP ના નેતાઓ, પદાધીકારીઓ અને કાયઁકરોનો ખુબ જોશ અને ઉત્સાહ વધ્યો છે તેમજ જે રીતે ગુજરાતની જનતાએ બન્ને દિવસના બન્ને નેતાઓના પ્રવાસના કાયઁક્રમો દરમ્યાન પ્રેમ, આવકાર અને ઉત્સાહ દશાઁવ્યો છે તેના પરથી એક વાત સાબીત થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે તેમજ આમ આદમી પાટીઁના કામની અને ઇમાનદારીની રાજનીતીથી પ્રભાવીત થઇ રહ્યા છે. ને લોકોમાં આમ આદમી પાટીઁ તરફનો ભરોસો, વિશ્વાસ, અને અપેક્ષાઓ ખુબ વધી છે.
વધુમાં ઇટાળીયાએ જણાવ્યુ હતુ કે ગુજરાતની જનતા અને આપના કાયઁકતાઁઓ માટે એક સમાચાર, ખુશી અને આનંદના સમાચાર એ છે કે IB ના હાલના એક સવેઁના રીપોટઁ અનુસાર ગુજરાતમાં જો હાલમાં ચુંટણી યોજાય તો તેમાં AAP ને ૫૫ થી ૬૦ બેઠકો મળી શકે છે.
વઘુમાં તેમને જણાવ્યુ હતુ કે આ રીપોટઁથી ભાજપ ડરી ગઇ છે એટલે જ આમ આદમી પાટીઁને જુદી જુદી રીતે બદનામ કરાવાના તમામ કારસાઓ અને ષડંયત્રો રચી રહી છે, જેમ કે સોશીયલ મીડીયામાં ભાજપના આઇ.ટી સેલ દ્વારા ફેક એડીટીંગ વિડીયો, ઓડીયો અને ફોટાઓ વાયરલ કરવા, AAP ના કાયઁક્રમોને પરમીશન આપવામાં અડચણો ઉભી કરવી, AAP ના કાયઁકરો પર ખોટા કેસો કરવા અને જે રીતે અમદાવાદમાં રોડ-શો યોજાય તે પહેલા વિવાદીત પોસ્ટરો લગાડાયા, રોડ-શો પર પથ્થરમારો કે અન્ય રીતે હુમલા કરાવાના કારસાઓ ભાજપ દ્વારા જે રચાયા જે ભાજપની નિચ અને હલકા કક્ષાની રાજનીતી તેમજ ડરની પ્રતિતિ કરવા છે.
વધુમાં ઇટાળીયા જણાવ્યુ હતુ કે શ્રી પ્રો. ડોઁ. સંદિપ પાઠકજી આજે વિધીવત રીતે આજે AAP ગુજરાત પ્રદેશ તરીકેનો ચાજઁ સંભાળશે અને તેમની અધ્યક્ષ સ્થાને આવતીકાલે જ પ્રદેશના મહત્વપુણઁ હોદ્દેદારો, ફ્રન્ટલ સંગઠનો ના અધ્યક્ષ શ્રીઓ, ઝોનના સંગઠન મંત્રી શ્રીઓ, મહાનગર/ જીલ્લાના પ્રમુખ શ્રીઓ અને વિધાનસભાના પ્રભારી શ્રીઓ સાથે મેરેથોન બેઠક યોજશે.
જેમાં આગામી રણનીતી અને રોડમેપ નક્કી કરવામાં આવશે જેમાં ટેકનોલોજી નો ઉપયોગ, સંગઠન નિમાઁણમાં સુધારા-વધારા, પંજાબની ચુંટણીમાં કરવામાં આવેલી કાયઁવાહી તેનજ પ્રચાર-પ્રસાર અને ગુજરાતની હાલની રાજકીય પરીસ્થાતી, જનતાના મુળભુત હકો-અધીકારોની વાસ્તવિક પરીસ્થીતી, લોકોના વણ ઉકેલ્યા પ્રશ્નો તેમજ તકલીફો જેવા વિવિધ મુદ્દાઓ ની ચચાઁઓ આ બેઠકમાં થશે