કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે

 

ગુજરાત  વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ૨૦૨૨ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેથી ભાજપના કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ ૧૦ અને ૧૧/૦૪/૨૦૨૨ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ બે દિવસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

૦૯/૦૪/૨૦૨૨એ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાત આવશે. બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. બે દિવસના પ્રવાસની વાત કરીએ તો અમિત શાહ આગામી ૦૯/૦૪/૨૦૨૨ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. ૧૦ અને ૧૧/૦૪/૨૦૨૨એ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૧૦ એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *