અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમી

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે, તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.

ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં સિઝનની સૌથી વધારે ૪૨.૩ ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યમાં ફૂંકાતા ગરમ અને સૂકા પવનોની અસરના કારણે અમદાવાદમાં ૨૪ કલાકમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં લૂ વરસતા બપોરે માર્ગો રીતસરના સૂમસામ બની ગયા હતા. ઉત્તર ગુજરાતના ડીસા અને સૌરાષ્ટ્રના અમરેલીમાં ગરમીનો પારો ૪૧.૬ ડિગ્રી નોંધાયો હતો. તો રાજકોટમાં ૪૧.૩ અને વડોદરામાં ૪૦.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજ્યમાં અસહ્ય બફારો અને આકરી ગરમી હજુ બે દિવસ જળવાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *