નવી દિલ્હીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. આમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહોંચ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજરી આપી ચૂક્યા છે. ભાજપે અગાઉ ગયા અઠવાડિયે સંસદીય દળની બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તમામ સાંસદોને એક મોટું ટાસ્ક આપ્યું હતું. તેમણે સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં જઈને લોકોને સરકારી યોજનાઓ વિશે વિગતવાર જણાવવા કહ્યું હતું.
વડાપ્રધાને સાંસદોને પોતપોતાના મતવિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરવા અને બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા તીર્થસ્થળોની મુલાકાત લેવા પણ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે આંબેડકર જયંતિ ૧૪ એપ્રિલે છે. ત્યારે પીએમે કહ્યું કે અમે ગરીબો માટે કામ કરીએ છીએ, સરકારની કલ્યાણકારી યોજનાઓ તળિયે પહોંચવી જોઈએ અને લોકોને તેના વિશે જણાવવું જોઈએ.
ભાજપ સંસદીય દળની બેઠક ૧૫/૦૩/૨૦૨૨ થઈ હતી. જેમાં ભાજપ નેતાઓએ ૪ ચૂંટણીમાં જીતી ફરી સત્તા મેળવવા પર વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારવાદી પાર્ટીઓ દેશને ખોખલો કરી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં દેશ પરિવારવાદમાંથી મુક્ત થયો છે.