સોમવારની તેજી બાદ આજે શેરબજારમાં મોટા પાયે પ્રોફિટ બુકિંગ થયું હતું, જેના કારણે તે ઘટાડા સાથે બંધ થયું હતું.
આજે સેન્સેક્સ ૪૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૧૭૬ના સ્તરે અને નિફ્ટી ૯૬ પોઈન્ટ ઘટીને ૧૮,૦૦૦ ના ઘટાડા સાથે ૧૭૯૫૭ના સ્તરે બંધ થયા છે. આજે સેન્સેક્સ ટોપ-૩૦માં ૧૩ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને ૧૭ શેર ઘટ્યા હતા. છેલ્લા એક કલાકમાં બજારમાં પાવર સેક્ટરમાં તેજી જોવા મળી હતી, જેના કારણે આજે એનટીપીસીઅને પાવરગ્રીડ ટોપ ગેઇનર હતા. રોકાણકારોએ નફો બુક કર્યો, જેના કારણે એચડીએફસી બેન્ક, બજાજ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એચડીએફસી માં સૌથી મોટો ઘટાડો નોંધાયો. રિલાયન્સમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થયું હતું અને તેમાં ૧.૪૧ % નો ઘટાડો નોંધાયો હતો.