શ્રીલંકામાં કટોકટી: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં

શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જવા બદલ રાજીનામું આપવાના દબાણ હેઠળ છે. વિપક્ષી પાર્ટીઓ તેમજ સ્થાનિક લોકો રાજીનામાને લઈને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી. બીજી તરફ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ મદદ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

શ્રીલંકાની સરકારે બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન સમસ્યાઓનો સામનો કરશે. સરકારે કટોકટી લાદવાના રાજપક્ષેના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. રાજપક્ષેએ દેશની બગડતી આર્થિક કટોકટી અને તેમના રાજીનામાની માંગને લઈને વ્યાપક વિરોધને કારણે ૧ એપ્રિલના રોજ કટોકટીની સ્થિતિ લાદી હતી.

પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું કે અમારા દેશના પાડોશી અને મોટા ભાઈ તરીકે ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને પીએમ મોદીના આભારી છીએ. અમારા માટે વર્તમાન પરિસ્થિતિને કારણે ટકી રહેવું સરળ નથી. અમે ભારત અને અન્ય દેશોની મદદથી આ સંકટમાંથી બહાર આવવાની આશા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *