અમદાવાદ: એક જ સપ્તાહમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો

સીએનજીના ભાવમાં બીજી વખત વધારાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો રૂપિયા પાંચના વધારા બાદ અદાણી ટોટલ ગેસે આજથી અમલમાં આવે તે રીતે વધુ રૂપિયા ૨ ના વધારાની જાહેરાત કરી છે. અમદાવાદમાં સીએનજીનો ભાવ રૂ. ૮૧.૫૯ પ્રતિ કિલો થશે.

કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ અગાઉ ભાવમાં વૃદ્ધિ જાહેર કરી હતી.

અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ સીએનજીના ભાવમાં કિલોએ રૂપિયા ૫ ની વૃદ્ધિ જાહેર કરી હતી. એક સપ્તાહમાં સીએનજીનો ભાવ રૂ. ૭૫.૫૯ થી વધી હવે રૂ. ૮૧.૫૯ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *