ઈમરાન ખાનની સરકારનું પતન થયું તે પછી પાકિસ્તાનના વિપક્ષોએ એકઠા થઈને શાહબાઝ શરીફને વડાપ્રધાનપદ માટે પસંદ કર્યા હતા. શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. ૧૯૯૭માં શાહબાઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૮માં બીજી વખત અને ૨૦૧૩માં ત્રીજી વખત શાહબાઝ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૧૮થી શાહબાઝ શરીફ નેશનલ એસેમ્બ્લીમાં વિપક્ષના નેતા હતા.
૭૦ વર્ષીય શાહબાઝ શરીફે પાકિસ્તાનના ૨૩મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શાહબાઝે વડાપ્રધાન બનતાની સાથે જ કાશ્મીર રાગ આલાપ્યો હતો. શાહબાઝે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માગે છે, પરંતુ તે માટે કાશ્મીરનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જરૃરી છે. કાશ્મીરના લોકો જે ઈચ્છે તે પ્રમાણે શાંતિથી ઉકેલ લાવવાની વાત કરવાની સાથે સાથે તેણે ઉમેર્યું કે ૩૭૦ની કલમ નાબુદ થઈ ત્યારે તત્કાલિન ઈમરાન ખાનની સરકાર કંઈ જ અસરકારક પગલાં ભરી શકી ન હતી. વડાપ્રધાન બનતાની સાથે જ શાહબાઝે ભારત વિરૃદ્ધ નિવેદનો આપીને તેની ભારત વિરોધી માનસિકતા છતી કરી હતી.
પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ૧૭૪ સાંસદોએ શાહબાઝ શરીફને વડાપ્રધાનપદ માટે સમર્થન આપ્યું હતું. એ સાથે જ શાહબાઝે પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલાં શાહબાઝે કાશ્મીર રાગ આલાપ્યો હતો અને કાશ્મીરના લોકોને ડિપ્લોમેટિક સપોર્ટ આપવાનું નિવેદન કર્યું હતું. શાહબાઝે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ કાશ્મીરનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો જ એ શક્ય છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા તે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વીટરમાં લખ્યું હતુંઃ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છાઓ.