IPL 2022: સતત ત્રણ જીત બાદ ગુજરાત ટાઈટન્સ હાર્યું, હૈદરાબાદ 8 વિકેટે જીત્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની 21મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટમાં પ્રથમવાર પરાજયનો સામનો કરવો પડ્યો છે.

સતત ત્રણ મેચ જીતીને આવેલી ગુજરાતનો વિજય રથ હૈદરાબાદે રોકી દીધો હતો. ગુજરાતનો ચાર મેચમાં આ પ્રથમ પરાજય છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ બે હાર બાદ સતત બે જીત મેળવી છે.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદની ટીમે 19.1 ઓવરમાં 2 વિકેટે 168 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *