કોરોના કેસમાં આવેલા મોટા ઘટાડા બાદ હવે ફરીથી દેશમાં આંશિક રીતે કોરોના કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૦૮૮ કેસ નોંધાયા છે. સાથે જ ૧,૦૮૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ દર્દીઓના મોત થયા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૫,૩૩૨ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સાથે જ દેશનો કુલ રસીકરણ આંક ૧૮૬.૦૭ કરોડથી વધુ રસીના ડોઝ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૨૯,૩૨૩ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૭૯.૪૯ કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે
.
બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટોચના આરોગ્ય તજજ્ઞો સાથે કોરોનાના નવા વેરિઅન્ટ એક્સ-ઇ વેરિઅન્ટના સંબંધમાં સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં દેશમાં કોરોના કેસ, વેક્સિનેશન અભિયાનની પણ સમીક્ષા કરી હતી.
બિજી તરફ ચીનની રાજધાની શાંઘાઈમાં કોરોનાનું સંક્રમણ વધતા સાવચેતીના ભાગરૂપે લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે.