દેશભરમાં આજે બંધારણ નિર્માતા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જયંતિ ઉજવાઇ રહી છે.
બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જયંતિ ઉજવાઇ રહી છે. આ અવસરે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. સંસદ પરિસરમાં આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી, સાંસદ અને ધારાસભ્યો ડો.બી.આર.આંબેડકરના મિશનને આગળ વધારવા રાજ્યના તમામ જિલ્લાઓમાં આંબેડકર જયંતિ પર આયોજિત પ્રાદેશિક કાર્યક્રમોમાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશમાં ડો. આંબેડકર જયંતિ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતરત્ન બાબા સાહેબ ડો.બી.આર.આંબેડકર અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને સમાજસુધારક હતા.