અમેરિકાએ ભારતમાં માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર ભારતે આપ્યો વળતો જવાબ
અમેરિકાએ ભારતમાં માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર ભારતે અમેરિકા પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યુ કે, જ્યારે પણ માનવ અધિકાર પર ચર્ચા થશે ભારત તે વિશે બોલવામાં પાછળ નહિ પડે. મહત્વનું છે કે, એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિકને ભારતમાં માનવધિકાર ઉલંઘન પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા ભારતમાં થઇ રહેલ ચિંતાજનક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યુ છે.
ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, અમેરિકા વિશે પણ ભારત પોતાના વિચાર રાખે છે. અમેરિકામાં હિત, લોબી અને વોટબેંકને લઈને ભારતના પોતાના વિચાર છે. ભારત આ મુદ્દે ચૂપ નહી રહે.