આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ દેશભરમાં ઉજવાય રહી છે. દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે

ભગવાન મહાવીરને વીર, વર્ધમાન, આત્વીર અને સનમતીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં તપ અને ધ્યાન દ્વારા નવા ઉદાહરણ સ્થાપિત કર્યા. તેમણે જૈન સમુદાયના અનુયાયીઓ માટે પાંચ સિદ્ધાંત બતાવ્યા છે જેનુ અનકરણ દરેકે કરવુ જોઈએ. . આજે મહાવીર જયંતિ નિમિત્તે આવો જાણીએ ભગવાન મહાવીરના જન્મ, જીવન અને ઉપદેશો વિશે.
ભગવાન મહાવીર જૈન ધર્મના ૨૪ મા અને છેલ્લા તીર્થંકર હતા. તેનો જન્મ ૫૯૯ ઈસા પૂર્વ બિહારમાં લિચ્છવી રાજવંશના વૈશાલીના કીચલપુરમાં થયો હતો. તેમના પિતા મહારાજ સિદ્ધાર્થ અને માતા મહારાણી ત્રિશલા હતા. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. એમ કહેવામાં આવે છે કે તેમના જન્મ પછી રાજ્યનો ઝડપથી વિકાસ થયો, જેના કારણે તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. જૈન ધર્મના અનુયાયીઓ માને છે કે ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.
ભગવાન મહાવીરના 5 સિદ્ધાંતો
ભગવાન મહાવીરે જૈન ધર્મના અનુયાયીઓને ૫ સિદ્ધાંતો આપ્યા હતા. તે પાંચ વ્રતોનું પાલન કરવું જોઈએ. આ વ્યક્તિને આંતરિક શાંતિ આપે છે. ભગવાન મહાવીરના પાંચ સિદ્ધાંતો આ પ્રમણે છે –
અહિંસા: બધા જીવના જીવનું રક્ષણ કરો. કોઈએ હિંસા ન કરવી જોઈએ. જો તમને કોઈ પ્રત્યે હિંસાની લાગણી હોય અથવા એવું લાગે છે, તે પણ એક પ્રકારની હિંસા છે. હિંસાને કારણે તમે હંમેશાં ટેંશનમાં રહેશો. અહિંસાની ભાવના તમને આંતરિક શાંતિ આપશે.
સત્ય: પરિસ્થિતિ ગમે તે હોઈ શકે તે હંમેશાં સાચું બોલો.
અસ્તેયા: ચોરી ન કરો. અને આવા કર્મોથી બચો.
બ્રહ્મચર્ય: વ્યભિચાર ન કરો, એટલે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. બ્રહ્મચર્યનુ પાલન કરવાથી વ્યક્તિને દર્શન, જ્ઞાન, તપસ્યા, ઉત્તમ ચરિત્ર, સંયમ અને વિનય જેવા ગુણો ગુણો પ્રાપ્ત થાય છે. જેઓ મહિલાઓ સાથે સંબંધ નથી રાખતા તેઓ મોક્ષ તરફ જાય છે.
અપરિગ્રહ: પરિગ્રહ એટલે આસક્તિ. જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકત્રિત કરશો નહીં. વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાથી તનાવ થાય છે. અપરિગ્રહથી તમે તનાવથી મુક્ત રહેશો. વસ્તુઓ ખોવાય ત્યારે તેના પ્રત્યેનો મોહ તમારા દુખનુ કારણ બને છે, તેથી અપરિગ્રહના સિદ્ધાંતનુ પાલન કરો.

पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥
સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે.
निच्चकालऽप्पमत्तेणं मुसावायविवज्जणं।
भासियव्वं हियं सच्चं निच्चाऽऽउत्तेणदुक्करं॥
તેઓ કહે છે પ્રમાદમાં પડ્યાં વિના હંમેશા અસત્યનો ત્યાગ કર. સાચું બોલ. લોકોનું હિત કરે તેવું બોલ. હંમેશા આવું સત્ય બોલવું મુશ્કેલ હોય છે.
अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया।
हिंसगं न मुखं बूया नो वि अन्नं वयावए॥
મહાવીરજી કહે છે ના તો પોતાના લાભ માટે જુઠુ બોલો કે ન તો બીજાના. ક્રોધમાં આવીને પણ જુઠ ન બોલશો અને ભયમાં આવીને પણ જુઠ ન બોલશો. અન્યને કષ્ટ આપનાર ના પોતે અસત્ય બોલવું જોઈએ કે ન બીજાઓની પાસે અસત્ય બોલાવડાવું જોઈએ.
तहेव फरुसा भाषा गुरुभूऔवघाइणी।
सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो॥
તેઓ કહે છે કે જો સાચી વાત પણ કડવી હોય, તેનાથી કોઈને દુ:ખ પહોચતું હોય, પ્રાણીઓની હિંસા થતી હોય તો તે ન બોલવું જોઈએ. તેનાથી પાપનું આગમાન થાય છે.
तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा।
वाहियं वा वि रोगि त्ति तेणं चोर त्ति नो वए॥
મહાવીરજીએ તો અહીંયા સુધી કહ્યું છે કે કાણાને કાણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, રોગીને રોગી કહેવો, ચોરને ચોર કહેવો આ બધી વાતો તો સત્ય છે પરંતુ તેવું કહેવું યોગ્ય નથી. આ લોકોને દુ:ખ થાય છે.
मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा।
वाया दुरुत्ताढि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि॥
મહાવીરજી કહે છે કે લોખંડનો સળીઓ ઘુસી જાય તો થોડીક વાર જ દુ:ખ થાય છે અને તે સરળતાથી નીકળી પણ જાય છે. પરંતુ વ્યંગ્ય બાણનો કાંટો જો એક વખત હૃદયની અંદર ઘુસી જાય તો તેને ક્યારેય પણ કાઢી નથી શકાતો. તે વર્ષો સુધી અખળતો રહે છે. તેનાથી વેર ઉભા થાય છે અને ભય ઉત્પન્ન થાય છે.
अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अन्तरा।
विट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए॥
તેમણે એવું પણ કહ્યું છે કે કોઈના પુછ્યા વિના જવાબ પણ ન આપશો અને બીજા કોઈની વચ્ચે બોલશો પણ નહી. પીઠ પાછળ કોઈની નિંદા પણ ન કરશો. બોલવામાં પણ કપટ ન ભરશો.