દેશભરમાં ચાલી રહેલ કોવિડ રસીકરણમાં અત્યાર સુધીમાં ૧૮૬.૨૯ કરોડ કોરોના રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ગઇકાલે દેશભરમાં ૫ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં ૨.૩૮ કરોડ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. આરોગ્ય કર્મચારીઓ, આગલી હરોળના કર્મચારીઓ તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને અત્યાર સુધીમાં ૨.૫૦ કરોડથી વધુ બુસ્ટરડોઝ આપવામાં આવ્યા છે.
૧૫થી ૧૮ વર્ષની ઉંમર વર્ગમાં અત્યાર સુધીમાં ૫.૭૮ કરોડથી વધુ રસીના પ્રથમ ડોઝ જ્યારે ૪ કરોડને રસીનો બીજો ડોઝ અપાયો છે. દરમિયાન દિલ્હીમાં કોવિડના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૩૨૫ નવા કેસ સામે આવ્યાં છે. જેની સામે ૨૨૪ દર્દીઓ સાજા થયા છે. જોકે કોઇના મૃત્યુના સમાચાર નથી. દિલ્હીમાં કોવિડના સક્રિય કેસ ૯૧૫ છે. દિલ્હીમાં એક સપ્તાહમાં કોવિડ દર ૦.૫ ટકાથી વધીને ૨.૭૦ ટકા થયો છે.
આ સંબંધે DDMAએ ૨૦ એપ્રિલે કોવિડ સંક્રમણ રોકવા મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે.