દેશમાં કોરોના: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૧૮૩કેસ નોંધાયા

રોજના કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૧૮૩ કેસ નોંધાયા છે.

રોજના કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૧૮૩ કેસ નોંધાયા છે. સાથે જ ૧,૯૮૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૪ દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૪,૨૫,૧૦,૭૭૩ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ દેશમાં કુલ ૧૧,૫૪૨ સક્રિય કેસ છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના ૨,૬૬,૪૫૯ ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સાથે જ દેશનો કુલ રસીકરણ આંક ૧૮૬.૫૪ કરોડથી વધુ રસીના ડોઝ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૬૧,૪૪૦ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૮૩.૨૧ કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *