સેનાની કમાન્ડર બેઠકનો આજથી નવી દિલ્હીમાં આરંભ

સમયાંતરે સેનાની ત્રણે પાંખોની સ્થિતિનું મૂલ્યાંકન તેમજ આગામી આયોજન માટેની બેઠકો હાથ ધરવામાં આવે છે. સેનાના કમાન્ડરની બેઠકનો આજથી નવી દિલ્હીમાં આરંભ થયો છે. સૈન્ય કમાન્ડરોનું આ સંમેલન વર્ષમાં બે વખત એપ્રિલ અને ઓક્ટોબરમાં યોજાય છે. સંમેલનમાં ભારતીય સેના માટે વ્યાપક સ્તરે વિચાર-વિમર્શ કરવામાં આવે  છે અને મહત્વપૂર્ણ નીતિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

૨૨મી એપ્રિલ સુધી ચાલનારી આ બેઠકમાં ભારતીય સેના અંગે મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાશે. પાંચ દિવસ માટેની આ બેઠકમાં સરહદે પ્રત્યક્ષ કાર્યવાહી અંગેની સજ્જતાની સમીક્ષા કરવી તથા ભવિષ્યમાં સેનાની ક્ષમતામાં વધારો કરવા અંગે ચર્ચા કરાશે. એવી જ રીતે સેનાની ક્ષમતાનું વિશ્લેષણ પણ હાથ ધરાશે.

આ બેઠકમાં સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, સેનાની નવી કામગીરીમાં સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદકોને મહત્વ આપવું તથા રશિયા યુક્રેન સંઘર્ષની સંભવિત અસર અંગે ચર્ચા કરાશે.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧મી એપ્રિલે કમાન્ડરોને સંબોધન અને સંવાદ કરે તેવી સંભાવના છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *