ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ-પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે સરકારી શાળા મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે એ માટે દબાણ ઊભું કર્યું છે. ભાજપના નેતાઓએ શિક્ષણનો વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે.
દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં ૭ વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટતા બચાવી શકે છે. ગુજરાતની લાચાર જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને કેટલીક માગણીઓને લઈ પત્ર લખ્યો છે.
ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટી ઉપરોક્ત માગણીઓ કરે છે. અમારી ઉપરોક્ત માગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે શાંતિપૂર્વક જિલ્લા-ઝોન વાઈઝ કાર્યક્રમો નક્કી કરી રાખ્યા છે એ કરીશું અને સરકારના બહેરા કાનમાં આ મુદ્દા પહોંચાડવાનો પ્રયાસ કરીશું.