રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ફોજદારી પ્રક્રિયા ઓળખ ધારો ૨૦૨૨ને અપાઈ મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફોજદારી પ્રક્રિયા ઓળખ ધારો ૨૦૨૨ને મંજૂરીઆપી છે. ગૃહમંત્રાલય આ ધારાને નોટીફાઈ કરવાની તારીખની જાહેરાત કરશે અને ત્યારબાદ આ ધારો અમલી બનશે. આ કાયદાનો ઉદ્દેશ્ય ગુનાહિત બાબતોમાં ઓળખ અને તપાસના હેતુઓ અને રેકોર્ડ સાચવવા માટે દોષિતો અને અન્ય વ્યક્તિઓને લગતી બાબતોની નોંધ કરવાનો છે.

ફોજદારી બાબતોની તપાસ અને એ તપાસના રેકોર્ડ સાચવવા માટે દોષિતો અને અન્ય લોકોની ઓળખ નિશ્ચિત કરવા આ ધારામાં સંબંધિતોની આંગળીની છાપ, ફોટો રેટીનાનું માપ લેવું જેવી કામગીરીને હાથ ધરવાની જોગવાઈ છે.

 

ગૃહ મંત્રાલય જે તારીખે કાયદો અમલમાં આવશે તે તારીખને સૂચિત કરશે અને કાયદા હેઠળના નિયમોને પણ સૂચિત કરશે.

આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ દિલ્હી મહાનગરપાલિકા સુધારો ધારો ૨૦૨૨ને મંજૂરી આપી છે. આ ધારામાં દિલ્હીમાં અત્યારે અસ્તિત્વ ધરાવતી ત્રણ મહાનગર પાલિકાઓને ભેળવીને એક મહાનગરપાલિકા બનાવવાની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *