દેશની ખાંડ નિકાસે પ્રથમ વખત ૧૦ મિલીયન ટનનો આંક પાર કરી દીધો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૩ / ૧૪માં એક હજાર ૧૭૭ કરોડ અમેરિકન ડોલરથી ગત નાણાકીય વર્ષમાં ૪ હજાર ૬૦૦ કરોડ અમેરિકન ડોલરથી વધીને ૨૯૧ % ની આશ્ચર્યજનક વૃદ્ધિ ખાંડની નિકાસમાં જોવા મળી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પિયુષ ગોયેલે જણાવ્યું છે કે, કોવિડ –૧૯ રોગચાળા દરમિયાન ઉભા થયેલા પડકાર છતાં ખાંડની નિકાસ ગત વર્ષોની સરખામણીએ ૬૫ % વધી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલે એક ટ્વીટમાં જણાવ્યું છે, સરકારની નીતિઓ દ્વારા વૈશ્વિક બજારોમાં ખેડૂતોને તેમની આવક વધારવામાં મદદ મળી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, દેશ ૨૦૧૯ / ૨૦માં ૧,૯૬૫ કરોડ અમેરિકન ડોલરની ખાંડની નિકાસ કરી હતી. જે ૨૦૨૦ / ૨૧માં વધીને ૨,૭૯૦ કરોડ અમેરિકન ડોલર અને ૨૦૨૧ / ૨૨માં ૪,૬૦૦ કરોડ અમેરિકન ડોલર થઈ હતી.