ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓં મોદી સાથે મુલાકાત

વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૮મીએ રાત્રે ૦૯:૦૦ કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યા હતા. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. કેટલાક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય તેવી શક્યતા બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસનાં ૨૦૦૦થી ૨૦૦૫ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલાં નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસ તેમને સીધી ટિકિટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *