UAPA કાયદા હેઠળ ગૃહમંત્રાલયે અલબદ્રના અર્જુમંદ ગુલજાર ડાર અને શેખ સજ્જાદને આતંકાવાદી જાહેર કર્યા છે. અર્જુમંદ ગુલજાર ડાર આંતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને શેખ સજ્જાદ લશ્કરે તૈયબાનો કમાન્ડર છે. પાકિસ્તાનની જાસૂસ એજન્સી આઇ.એસ.આઇ આતંકી સંગઠનોને સપોર્ટ કરી રહી છે. તેના દ્વારા તેઓ ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને આખરીઓપ આપી રહ્યા છે.
આતંકી ગતિવિધીઓ સાથે જોડાયેલા લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવે છે. અર્જુમંદ ગુલજાર ડારે અનેક આતંકી ગતિવિધીઓના કાવતરાને અંજામ આપ્યો છે. આ આતંકીઓની વિદેશોમાં સંપત્તી હોય છે. તેઓ હવાલા દ્વારા તેને ભારતમાં મોકલે છે અને તેનો આતંકી પ્રવૃતિમાં ઉપયોગ કરવામાં આવે છે. આ બન્ને આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે જવાબદાર છે.
શેખ સજ્જાદ વર્ષ ૨૦૧૮માં જાણીતા પત્રકાર અને બે બોડીગાર્ડની હત્યામાં સંડોવાયેલ હતો. આવી વ્યક્તિઓને આતંકી જાહેર કરવાથી વિદેશમાં તેની સામે તપાસ કરવામાં મદદ મળે છે. આ બન્ને વ્યક્તિઓને જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને ગેરમાર્ગે દોરવામાં ગુનેગાર માનવામાં આવ્યાં છે.