નવી દિલ્હીમાં પ્રથમ નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. આ પરિષદ નૌકાદળના અધિકારીઓને લશ્કરી વ્યૂહરચના સહિત મુખ્ય શિપિંગ મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત, સરકારી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
કોન્ફરન્સ દરમિયાન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર નેવલ કમાન્ડરો સાથે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્રણેય સેનાઓ વચ્ચે યોગ્ય સંકલન માટે આર્મી અને એરફોર્સના વડા નૌકાદળના અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે.
કોન્ફરન્સમાં, નૌકાદળના વડા વિભાગીય અધિકારીઓ સાથે છેલ્લા ૬ મહિના દરમિયાન નૌકાદળનું સંચાલન, સામગ્રી, માનવ સંસાધન વિકાસ, તાલીમ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે અને આગળની બાબતો પર વિચાર વિમર્શ કરશે.
આ પરિષદમાં પડોશી દેશોની સ્થિતિ ને રશિયા અને યુક્રેન સંઘર્ષના કારણે આવેલા ફેરફારોને લઈને સુરક્ષા પરિદ્રશ્ય પર પણ ચર્ચા કરવામાં આવશે.