નાણામંત્રી નિર્મલા સીતારમણે રાત્રે સાનફ્રાન્સિસ્કોમાં ડિઝાઇન, ઉત્પાદન સાધનો, ટેક્નોલોજી અનેસિસ્ટમ્સ સહિત સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમના ઉદ્યોગપતિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લીધો હતો. સેમીકન્ડકટર ઇકોસિસ્ટમમાં ડીઝાઇન, નિર્માણ, ઉપકરણ, ટેકનીકલ, અને સીસ્ટમ સામેલ છે.
નાણામંત્રીએ સિલિકોન વેલીસ્થિત કંપનીઓ સાથે સમગ્ર સેમિકન્ડક્ટર ચેઇન માટેની તકો વિશે વાત કરી હતી. ભારતીય સેમિકન્ડક્ટર મિશન દ્વારા મિશન મોડમાં પ્રમોશન સહિત સમગ્ર મૂલ્ય શ્રૃંખલામાં વિશ્વસનીય ભૂમિકા માટે તેમને NDA સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
સહભાગીઓએ નાણામંત્રીને કહ્યું કે, તેઓએ ભારતમાં વર્ષોથી તેમની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે અને સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં શૈક્ષણિક સમુદાય સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા દ્વારા જે અવરોધોનો સામનો કરવો પડે છે તે જોતાં, ચોક્કસ ક્ષેત્રોમાં સપ્લાય ચેઇનની સમીક્ષા કરવાની જરૂર છે અને યોગ્ય નીતિઓ અને વર્તમાન પ્રતિભા સાથે, આગામી દાયકો ભારતનો રહેશે.