ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ૩ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં જે.પી નડ્ડા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. મંત્રીમંડળના સભ્યો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. GMDC હોલ ખાતે મંડળ સ્તરના કાર્યકરો સાથે પણ સંમેલન યોજશે.
૨૯/૦૪/૨૦૨૨મી સાંજે તેઓ વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ ૩૦/૦૪/૨૦૨૨એ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે ૦૧/૦૫/૨૦૨૨ના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે.
૩૦/૦૪/૨૦૨૨એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પંચમહાલ અને દાહોદ જિલ્લાના પ્રવાસનું આયોજન છે. તેઓ ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત પંચમહાલ ડેરી અને PDC બેંકના કાર્યક્રમમાં પણ શાહ હાજર રહેશે.