ગુજરાતમાં વધુ એક કૌભાંડ: સુરતમાંથી ૬૦ વર્ષ જુના દસ્તાવેજ બદલીને કરાઈ બોગસ એન્ટ્રી

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૬૦ વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરતની અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. ૧૧૪૩, ૧૧૪૪, ૧૮૮૯, ૧૮૯૦ અને ૧૮૯૭ ના દસ્તાવેજના રેકર્ડમાં કંઇક ખોટું થયાની શંકા વ્યકત કરતી અરજી એક અરજદારે ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરીને કરી હતી. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે અરજદારે અરજી સાથે દસ્તાવેજની જે નકલ રજૂ કરી હતી તેમાં અને ગાંધીનગર સર નિરીક્ષકની કચેરીમાં નોઁધાયેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *