પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે જશે. તેઓ કાર્બી આંગલોંગ ક્ષેત્રના દિફૂમાં શાંતિ,એકતા અને વિકાસરેલીને સંબોધિત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી દિફુમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા કરતા વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
આ પરિયોજનાઓ અંતર્ગત દિફુમાં પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, ડિગ્રી કોલેજ અને કૃષિ મહાવિદ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં કેન્સર સેન્ટરનુ પણ ઉદ્ઘાટન કરશે. તેઓ રાજ્યમાં સાત અન્ય કેન્સર સેન્ટરોનો પણ શિલાન્યાસ કરશે. આ હોસ્પિટલ રાજ્યના ધુબ્રી, નળબારી, ગોલપારા, નૌગાવ, શિવસાગર, ગોલાઘાટમાં નિમાણ પામશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડિબ્રુગઢ કાર્યક્રમમાં, સમગ્ર આસામમાં ૭ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ૭ વધુ કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરવામાં આવશે. સમગ્ર આસામમાં આરોગ્યસંભાળ સુવિધાઓનું આ પ્રકારનું અપગ્રેડેશન અભૂતપૂર્વ છે અને તેનાથી લોકોને ખૂબ જ મદદ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત લેશે. સવારે ૧૧:૦૦ વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિપુહ ખાતે શાંતિ, એકતા અને વિકાસ રેલીને સંબોધન કરશે.
રેલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન સમગ્ર પ્રદેશમાં શાંતિની પહેલને વેગ આપશે.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શિક્ષણ ક્ષેત્રે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં દિપુહ ખાતે વેટરનરી કોલેજ, પશ્ચિમ કાર્બી આંગલોંગ ખાતે ડિગ્રી કોલેજ અને કોલોંગા, પશ્ચિમ કાર્બી આંગલોંગ ખાતે કૃષિ કોલેજનો શિલાન્યાસનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં નવા કૌશલ્યો અનેરોજગારીની તકોનું સર્જન કરશે.કાર્યક્રમ દરમિયાન,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ ૧,૧૫૦ કરોડના ખર્ચે ૨,૯૫૦થી વધુ અમૃત સરોવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.