મીઠામાં મહાકૌભાંડ: કચ્છમાં ૨ કંપનીઓએ દાદાગીરીથી ગેરકાયદે મીઠાનું કર્યું ઉત્પાદન અને વેચાણ

માફિયાઓ કચ્છના નાના રણમાં મોટી જાળ વિકસાવીને બેઠા છે. કચ્છમાં ચાલતા મીઠાના કાળા કારોબારને ઉજાગર કરવા કચ્છના સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુ. એસોસિએશને બીડું ઝડપ્યું છે. તેમના આરોપ મુજબ એગ્રોસેલ અને સોલારિસ કંપની ગેર કાયદે માઇનીંગ કરી રહી છે છતાંય ન કચ્છનું તંત્ર રોક ટોક કરી રહ્યું છે.

કચ્છમાં બે કંપનીઓ દ્રારા ગેરકાયદે મીઠાનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સોલારીસ કેમટેક અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝને ફક્ત બ્રોમાઈન ઉત્પાદનની મંજૂરી મળી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે હજારો એકર જમીનમાં નિયમથી ઉપરવટ જઈ મીઠાનું વેચાણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કચ્છના સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુ. એસોસિએશનની કંપની સામે એકશન માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. અને કડક કાર્યવાહીની માંગ કરી છે. મહત્વનું છે કે સોલારીસ કેમટેક અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝને બ્રોમાઈન ઉત્પાદનની લીઝ આપવામાં આવી છે. શરત મુજબ સોલારીસ અને એગ્રોસેલ કંપનીએ મીઠાનું વેચાણ કરવાનું ન હતું પણ બન્ને કંપનીએ શરતનો ભંગ કરીને લાખો ટન મીઠુ ઉત્પાદન  કરીને વેચાણ કર્યું છે જેથી નાના ઉદ્યોગને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કચ્છમાં લાખો એકર જમીનમાં ગેરકાયદે મીઠુ વાય છે એટલું જ નહીં નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી સફેદ મીઠાનો કાળો કારોબાર કરવામાં આવ્યો હોવાના અનેક વખત દાવા થઈ ચૂક્યા છે પણ પરિણામમાં માત્ર તપાસ તપાસને તપાસ કરી મામલો ભીનો સંકેલી દેવામાં આવે છે. આ અગાઉ અગરીયાઓએ પણ એગ્રોસેલ અને સોલારિસ કંપની પર ગેર કાયદે માઇનીંગનો આરોપ મૂક્યો  હતો કે કંપનીઓને માત્ર બ્રોમીન બનાવવાની સરકારે પરમીશન આપી છે. પણ કંપનીઓ મીઠાનું ગેરકાયદેસર રીતે નજીવા ભાવે વેંચાણ કરી રહી છે જેથી અગરીયાઓને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.

આરોપ મુજબ સરકારે એગ્રોસેલ-સોલારિસ કંપનીને જમીનો ભાડા પેટે આપી છે. કંપનીઓ પાસે મીઠાના વેંચાણ કરવાની કોઈ મંજુરી નથી. છતાંય આ બંને કંપનીઑ મીઠુ પકવી તેને કાળા બજારના ભાવે એટલે સાવ સસ્તા ભાવે વેચાણ કરી રહી છે. કંપનીના ગેરકાયદે વલણને લીધે અને કંપનીઓ દ્વારા થતા વેચાણથી પરંપરાગત અગરિયાઓને સૌથી મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કંપનીના આ કાળા વલણને લીધે અગરીયાઓને પણ મીઠુ નજીવા ભાવે વેચવાનો વારો આવ્યો છે જેથી  હાલત કફોડી બની ગઈ છે.

સરકારને પણ એગ્રોસેલ અને સોલારિસ કંપનીની મનમાની વિષે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાંય હાલની તારીખ સુધી કોઈ ઉકેલ ન આવતા ફરી વખત મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા પત્ર લખી કંપની સામે કાર્યવાહીની માંગ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *