૨૭ હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપ પર રૂપાણીએ દસ્તાવેજ સાથે આપ્યો જવાબ,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ સીએમ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જેમાં તેમણે સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજનામાં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલિન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેટલાક અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબનાં ૨૦૧ રીઝર્વેશનોના ૧,૬૬,૧૧,૪૭૬ ચો.મી. જમીનમાંથી ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦,૭૯,૩૬૯ ચો.મીજમીન બિલ્‍ડર માલીકોને પધરાવીને રૂ. ૨૭ હજાર કરોડનો ભ્રષ્‍ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.  તેઓએ બીજેપીને સવાલ કરતા જણાવ્યું હતું કે  આ ભ્રષ્‍ટાચારના નાણામાંથી કેટલા નાણાં કેટલા કોના ખિસ્‍સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજના અધ્‍યક્ષપદ હેઠળ તપાસ થવી જોઈએ.  આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી.

 

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે મારી લોકપ્રિયતાને જોઈને કોંગ્રેસ મારા પર ખોટા આક્ષેપ કરે છે.  આ આક્ષેપો સત્યથી વેગળા છે. તો વધુમાં જણાવ્યું કે  સુરત અર્બન ઓથોરીટીની સ્થાપના ૧૯૭૮માં થઇ હતી. રિઝર્વેશન મતલબ એ નથી કે જમીન આપણી થઈ ગઈ. ૧૮૨ પ્લોટ ૧૯૮૬માં રિઝર્વ કરવામાં આવ્યા હતા.  પ્રથમ વખત ૨૦૦૪માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું ત્યારબાદ  ૮ ઓક્ટોબરમાં ફરીથી પ્લોટ રિવાઇઝ કરાયા હતા. ૧૯૮૬ થી ૨૦૨૦ સુધી કોઇ વધુ પ્રક્રિયા થઇ નથી.  બીજી વખત રિવાઇઝમાં ૨૦૧ પ્લોટની ૧૬૬૧ હેક્ટર જમીન રિઝર્વ કરાઇ હતી. આ અંગે અધિકારીઓ સાથે તમામ બાબતો પર ચર્ચા થઇ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *