દુનિયાના સૌથી સફળ ટેસ્ટ બોલર મુથૈયા મુરલીધરન ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સને મળેલી હાર બાદ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યા હતા. છેલ્લી ઓવરમાં બોલિંગ કરી રહેલા માર્કો જેન્સન પાસે ડિફેન્ડ કરવા માટે ૨૨ રન હતા છતાં તે નિષ્ફળ નીવડ્યો હતો. તેની આવી સામાન્ય બોલિંગ જોઈને મુરલીધરન ખૂબ જ ગુસ્સે થયા હતા અને પોતાની સીટ પર ઊભા થઈને બોલરને કંઈક બોલવા લાગ્યા.

મુરલીધરનની વાત કરીએ તો તેઓ હાલ હૈદરાબાદના બોલિંગ કોચ છે. સ્પિનર રાશિદ ખાનને પોતાના મહત્ત્વપૂર્ણ બોલર વિરુદ્ધ છગ્ગા ફટકારતાં જોઈ મુથૈયા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા.
ગુજરાતને જીતવા માટે ૨૨ રનની જરૂર હતી. એવામાં વિલિયમ્સને માર્કો યેન્સનને બોલિંગ કરવાની જવાબદારી સોંપી હતી તો બીજી બાજુ, રાહુલ તેવટિયા સ્ટ્રાઈક પર હતો.
છેલી અઓવમાં ૧૯.૧ – (૬ રન)રાહુલ તેવટિયાએ મિડવિકેટ ઉપરથી સિક્સ ફટકારી ૧૯.૨ – (૧ રન) તેવટિયાએ ફાઈન લેગ પર સિંગલ લીધો ૧૯.૩ – (૬ રન) રાશિદ ખાને સિક્સર ફટકારી ૧૯.૪ – (૦ રન) એકપણ રન ન થયો ૧૯.૫ – (૬ રન) રાશિદ ખાને એક્સ્ટ્રા કવર પરથી સિક્સ ફટકારી ૧૯.૬ – (૬ રન) રાશિદે ખાને પુલ શોટ રમી સિક્સ ફટકારી.
આની સાથે જ ગુજરાતે રોમાંચક મેચ જીતી લીધી
