ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપના મામલે આજે કપડવંજ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૮માં કપડવંજ તાલુકાની પરિણીત મહિલા પર ૩ ઈસમે ગેંગરેપ ગુજારી તેની હત્યા કરી હતી. આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીને ફાંસીની સજા ફટકારવામા આવી છે. સરકારી વકીલ મિનેષ પટેલે ૨૬ લોકોની જુબાની અને ૪૫ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. એડિ.ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ મામલે ચુકાદો આપ્યો છે.
આરોપીઓ (૧) ગોપી ઉર્ફે બલાભાઈ ગિરીશભાઈ દેવીપૂજક, રહે.જોરામાં, મોટીઝેર તા.ક૫ડવંજ જિ.ખેડા (૨) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દિરાનગરી, શિહોરા, તા.કપડવંજ જિ.ખેડા (૩) લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી હે.ઈન્દિરાનગરને કોર્ટે ફાંસની સજા ફટકારી છે.
ખેડા નાઓએ તા ૨૮/૧૦/૨૦૧૮ નારોજ કલાક ૧૮:૩૦થી કલાક ૨૦:૩૦દરમ્યાન કપડવંજના મોટીઝેર ચોકડીથી નિરમાલી સીમ સુધી મરણજનાર પરિણીતાને આરોપી જયંતિ વાદી અને લાલાભાઈનાઓએ જયંતિના મોટર સાયકલ ૫૨ મોટીઝર ચોકડીથી બેસાડી અપહરણ કર્યું હતું. આ બાદ નીરમાલી સીમમાં લઈ જતા મોટીઝેર ચોકડીએ આરોપી ગોપી ઉર્ફે ભલો જોઈ જતા બુમો પાડી હતી પણ ઉભા રહ્યા ન હતા. આ સમયગાળા દરમ્યાન નીમાલી સીમમાં જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક આરોપી ગોપી ઉર્ફે ભલો જતા રોડની સાઈડમાં ઉપરોક્ત બન્ને લોકોનુ મોટરસાયકલ જોવા મળ્યુ હતુ. આ મોટરસાયકલ પાસે લાલાભાઈ ઉર્ફે કંકુડીપો ઊભો હતો. ગોપી ત્યાં પહોંચ્યો હતો નજીકમાં પરિણીતા પણ બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. ગોપીએ અન્ય બે આરોપીઓને પૂછ્યું હતું કે, આ શું કર્યું? તો જયંતી અને લાલાએ કહ્યું હતું કે, ‘અમે અમારું કામ પતાવી દીધું તું તારુ કામ પતાવી દે’. જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી અને ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કર્યો હતો. આમ ત્રણેય આરોપીઓએ મરણંજનાર ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી પરિણીતાની હત્યા નિપજાવી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે પરિણીતાના મોઢા તેમજ ગળાના ભાગે સાડી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધી હતી.