પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાનભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના સંયુક્ત સંમેલનના ઉદ્દધાટન સત્રમાં સામેલ થશે. પ્રધાનમંત્રી આ અવસરે સંમેલનના ઉદ્દધાટન સત્રને સંબોધન કરશે. આ સંયુક્ત સંમેલન એકઝીક્યુટીવ,અને ન્યાયપાલીકાને એક મંચ પર લાવવાનો બહુમુલ્ય અવસર છે.
જેથી લોકોને સરળ અને સુવિધાજનક રીતે ન્યાય સુલભ કરાવવાની રૂપરેખા તૈયાર કરી શકાય અને તેની સાથે ન્યાય પ્રણાલીની સામે ઉપલબ્ધ વર્તમાન પડકારોને ઉકેલવા જરૂરી પગલાઓ અંગે ચર્ચા કરી શકાય.
આવું જ સંમેલન વર્ષ ૨૦૧૬માં યોજવામાં આવ્યું હતું. તે સમયથી લઇને અત્યાર સુધી સરકારે પાયાની સુવિધાને સારી બનાવવા સાથે અદાલતી પ્રક્રિયાઓ, ડીઝીટલ પ્રોદ્યોગીકીના એકીકરણ માટે અનેક પહેલ કરવામાં આવી હતી.