પાટણ ખાતે રાજ્ય કક્ષાના ગુજરાતનાં ૬૨ માં સ્થાપના દિનની ઉજવણીની તડા માર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સ્થાપના દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ, ખાત મુહર્ત તેમજ લોકાર્પણ કર્યક્રમો મુખ્ય મંત્રીના હસ્તે કરવામાં આવશે તો સાથે રાજ્યપાલની ઉપસ્થિતિ પણ ખાસ રહેવાની છે.
સ્થપના દિનની ઉજવણીનાં કાર્યક્રમો પર એક નજર કરીએ તો પહેલી મેનાં રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સરવસ્તી તાલુકામાં બનાવેલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.
પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે અને સાંજનાં સમયે યુનિ. ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડ, અશ્વ શૉ, રાયફલ ડ્રિલ, બાઈક સ્ટંડ સહીત સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્ય મંત્રીનાં હસ્તે રૂપિયા ૩૩૦ કરોડનાં કામોનું ખાત મુહર્ત કરવામાં આવશે.
પાટણનાં SP વિજય પટેલે આપેલી માહિતી મુજબ, શહેરની જનતા પણ રાજયકક્ષા ગુજરાત ગૌરવ દિનની ઉજવણીને લઈ આતુરતાથી રાહ જોઈ રહી છે સાથે પહેલી મેનાં દિવસે પોલીસ જવાનો દ્વારા વિવિધ સ્ટંટ અને સાંકૃતિ કર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.