ગુજરાતમાં થોડા ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. ત્યારે દરેક પક્ષના નેતાઓ અત્યારથી જ પોતાનો પ્રચાર શરૂ કરી દેતાં હોય છે. હાલ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જેની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વીય કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથેની એક વાતચીમાં નરેશ અને હાર્દિક પટેલ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિકભાઈ સીએમ બને છે કે, નરેશ પટેલ મને કોઈ વાંધો નથી. સીએમ તો માત્ર કોંગ્રેસનો જ બનવો જોઈએ.
ભરતસિંહ સોલંકીએ ઉમેર્યું હતું કે, નરેશ પટેલને જઈને પહેલા હું મળ્યો હતો. મે ક્યારે નરેશ પટેલનો વિરોધ કર્યો નથી. આ સાથે હાર્દિક પટેલની નારાજગી અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું કોઈને મારો વ્યક્તિગત અભિપ્રાય આપતો નથી.તમારે પુછવું હોય તો હાર્દિકભાઈને પુછી લેજો. મને કોઈ ફરક નથી પડતો હાર્દિકભાઈ સીએમ બને છે કે,નરેશ પટેલ, હું તો ઈચ્છું છું સીએમ તો માત્ર કોંગ્રેસનો જ બનવો એ જ મારો ધ્યેય છે. હું ચૂંટણી લડીશ કે નહિં એ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે.
ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. તેમજ હાઈકમાન્ડ પ્રશાંત કિશોર સાથે વાતચીતો કરી રહ્યું હતું. જેમાં પ્રશાંત કિશોરે પણ લોકશાહી મજબૂત કરવાની વાત કરી હતી. જો કે, જે પણ થયું તે આપ જાણો છો . હાલ હું પ્રશાંત કિશોરને મળતો રહેવાના છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ કરતા ભાજપમાં વધુ ફાંટા છે.આ વખતે ભાજપમાંથી ૪૦ / ૫૦ ધારાસભ્યોને ટિકિટ નહિં મળે.