એપ્રિલ ૨૦૨૨માં GSTની કુલ આવક ૧.૬૭ લાખ કરોડ થઈ

જુલાઇ ૨૦૨૧થી, સતત જીએસટી કલેકશનની સંખ્યા ૧ લાખ કરોડને વટાવી ગઇ છે, વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો જાન્યુઆરીમાં જીએસટી ૧,૪૦,૯૮૬ કરોડ હતુ, ફેબ્રુઆરીમાં તે ૧,૩૩,૦૨૬ કરોડ અને માર્ચમાં ૧,૪૨,૦૯૫ કરોડ રહ્યું હતુ.

GST કલેક્શનમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. એપ્રિલ ૨૦૨૨માં GSTની કુલ આવક રૂ. ૧,૬૭,૫૪૦ કરોડ થઈ છે. આમાં CGST ૩૩,૧૫૯ કરોડ, SGST રૂ. ૪૧,૭૯૩ કરોડ, IGST રૂ. ૮૧,૯૩૯ કરોડ અને સેસ રૂ. ૧૦,૬૪૯ કરોડ છે. અગાઉ માર્ચ મહિનામાં GST કલેક્શન રૂ. ૧,૪૨,૦૯૫ કરોડ રહ્યું હતું. એપ્રિલ ૨૦૨૧ની વાત કરીએ તો ત્યાં ૧,૩૯,૭૦૮ કરોડનું GST કલેક્શન થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં ૨૦%નો વધારો થયો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *