સુરત મ્યુનિ.ની સામાન્ય સભામાં આપના કોપોરેટરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં વડોદરા, સુરત અને અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ ધટનાને વખોડીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.
ભાજપના નેતાઓના ઈશારે સુરતમાં AAP કોર્પોરેટર પર દમનનો આરોપ સાથે વડોદરામાં આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરાયું હતું.વડોદરાના ડેરીડેન સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વડોદરા પોલીસ અને અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના નેતાઓના ઈશારે સુરતમાં AAP કોર્પોરેટર પર દમન ગુજારવામાં આવ્યું હતું. બીજી તરફ આપના કાર્યકરો વિરોધ શરૂ કરે તે પહેલા તેઓની ટીંગા ટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદ ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, આપના કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા પોલીસે કાર્યલયની બહાર લોંખડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આપના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સુરત મહાનગરપાલીકા કચેરી ખાતે આપના કાર્યકોરો પોલીસ દ્વારા દમન કરાયા હતો.
સુરતમાં પણ આપના કાર્યકરોએ ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરીને AAPના કોર્પોરેટર ઉપર દમનગીરીનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેઓએ પોલીસે નગરસેવકોની ફરિયાદ પણ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. વિરોધના પગલે ભાજપ કાર્યાલય બહાર DCP, ACP કક્ષાના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત મ્યુનિ.ની સામાન્ય સભામાં વિરોધ પક્ષે મુકેલી દરખાસ્ત પર ચર્ચા કરવાના બદલે હોબાળો થતાં સામાન્ય સભા આટોપી લેવાતા વિરોધ પક્ષના કોપોરેટરોએ સામાન્ય સભા ખંડમાં જ ધરણા કર્યા હતા. આખી રાત તેઓ સભા ખંડમાં જ રહ્યાં હતા અને દિવસ દરમિયાન પણ તેઓ સભા ખંડમાં રહ્યાં હતા. પાલિકાએ લાઈટ અને પંખા બંધ કરી દેવાના આક્ષેપ સાથે વિપક્ષી કોર્પોરેટરોએ ભારે હાબોળો કર્યો હતો. ત્યાર બાદ પોલીસની મદદથી કોર્પોરેટરોને પાલિકા કચેરી બહાર કઢાયા હતા. જ્યાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો અને આપના કોર્પોરેટરોએ પોલીસ દ્વારા કોર્પોરેટરનું ગળુ દબાવવા ઉપરાંત મહિલા કોર્પોરેટરના કપડા ફાળી નાંખ્યાનો આક્ષેપ કર્યો હતો.