કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૩.૦ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી ૧૪ કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે ૦૬:૦૦ વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી ૧૩ કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા (૧૮/૦૩/૨૦૨૨) કચ્છમાં ૦૪:૫૭ ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ નોંધાઇ છે. દુધઇથી ૮ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઇ નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. સામાન્ય આંચકાથી ઘરની દિવાલો ધ્રૂજી હતી.