ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે એ નક્કી છે. ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ આક્રમક મોડમાં જોવા મળી રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીઓ ગુજરાતની મુલાકાતે આવી રહી છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીને લઇને સક્રિય મોડમાં જોવા મળી રહી છે. ત્યારે ભરુચ બાદ ફરી એકવાર કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. સૌરાષ્ટ્રમાં તેઓ ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરુ કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવષે. ચૂંટણી પ્રચાર માટે આ વખતે સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે. ૧૧મેથી તેઓ બે દિવસ રાજકોટમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજકોટથી જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. રાજકોટમાં રોડ શો, જાહેરસભા અને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન યોજાશે.
ગુજરાત સ્થાપના દિનના દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું હતું.આ પ્રસંગે તેઓએ ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું.
