પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસના અંતિમ તબક્કામાં ફ્રાન્સની રાજધાની પેરીસમાં જશે. જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો સાથે મુલાકાત કરશે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ પ્રધાનમંત્રીના પ્રવાસથી બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વાતચીતને આગળ વધારવાનો અવસર મળશે. બન્ને નેતાઓ ઈન્ડો-ફ્રાન્સ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને આગળ વધારવા માટે વાટાઘાટો કરશે. ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓ અને પરસ્પર સહયોગ વધારવા માટે પણ ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ મેંક્રોન સાથેની બેઠક બાદ બન્ને નેતાઓ સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના યુરોપના પ્રવાસ દરમ્યાન ડેનમાર્ક પહોંચ્યા હતા. તેમણે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફેડ્રીકસન સાથે કોપન હેગનમાં બેઠક યોજી હતી. બંને નેતાઓએ હરીત વ્યૂહાત્મક સહભાગીતામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રવાસ દરમિયાન કોપનહેગનમાં ભારતીય સમુહદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે બદલાતા ભારતની છબી દર્શાવી હતી. તેમણે ડીજીટલ ઇન્ડિયા સ્ટાર્ટપ ઇન્ડિયા તેમજ કોરોના સમયમાં ભારતની ઉપલબ્ધીઓ અંગે ડેનમાર્કમાં રહેતા ભારતીયો ને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાંચ કે છ વર્ષ પહેલા ભારત પ્રતિ વ્યક્તિ ડેટા ઉપયોગમાં પછાત દેશોમાનો એક હતો.
જો કે આજે સ્થિતિ બદલાઇ ગઇ છે. પ્રધાનમંત્રીએ ત્યાં ઉપસ્થિતોને કહ્યું કે, તમારે વર્ષમાં પાચ દોસ્તોને ભારત આવવા પ્રોરિત કરવા જોઇએ. આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી સાથે વેપાર અને રોકાણ સ્વચ્છ જળ શીપીંગ, પશુપાલન ડેરી સંસ્કૃતિકૌશલ વિકાસ તથા ટેકનીકલ અને વાણીજ્ય સાથે જોડાયેલ ક્ષેત્રોમાં કરાર કર્યા છે. પ્રધાનમંત્રીએ ભારત-ડેનમાર્ક વેપાર મંચને પણ સંબોધન કર્યું હતું. જેમાં ભારતમાં રોકાણ માટે ડેનમાર્કના ઉદ્યોગપતિઓને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કોપનહેગનમાં ડેનમાર્કના મહારાણી સાથે મુલાકાત કરી હતી.