સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આજે કોર્ટ ફાંસીની સજા ફટકારી છે. સુરતના પાસોદરામાં ગત ૧૨ ફેબ્રુઆરીએ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા ફેનિલ ગોયાણીએ કરી હતી. ફેનિલ ગ્રીષ્માને એકતરફી પ્રેમ કરતો હતો. ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો.
આજે કોર્ટમાં જજે સજા આપતાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો હતો. જજે કહ્યું હતું કે, મૃતક ગ્રીષ્માનું પણ એક ભવિષ્ય હતું. આ કેસમાં કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં રાખીને આરોપી ફેનિલને કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા આપી છે.
આ કેસમાં હત્યા સમયનો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો હતો.