ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન તો છે જ. શાકભાજી, દૂધ, કઠોળ સહિત તમામ ભાવોમાં વધારો થવાથી બજેટ તો ખોરવાયુ છે જ. તેમાં પણ લીંબુના ભાવ સાતમાં આસમાને પહોંચતા ટેસ્ટફુલ લાગતી વાનગીઓ ફિક્કી પડી છે. ત્યારે હવે લીંબુની હરોળમાં ટમેટા પણ આવી જ રહ્યા છે. જી, હા જેવી રીતે લીંબુના ભાવે લોકોના રડાવ્યા ત્યારે હવે ટમેટાના ભાવ જોઇને પણ આંખો પહોળી થાય તો નવાઇ નહી. કારણ કે છેલ્લા ૩ દિવસમાં ટામેટાના ભાવમાં ૮૦ %નો વધારો જોવા મળ્યો છે.
રાજકોટમાં લીંબુ બાદ હવે ટામેટાનાં ભાવ આકાશ આંબી રહ્યા છે. ટામેટાનો ભાવ ૨૦ કિલોએ ૫૦૦થી ૮૦૦ રુપિયા સુધી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ટામેટાના ભાવમાં ૮૦ %નો ભાવ વધારો નોંધાયો છે. જો કે યાર્ડમાં લીંબુની આવકમાં વધતા ભાવમાં ઘટાડો થયો છે. યાર્ડમાં લીંબુના ભાવ કિલોએ ૫૦થી ૧૮૦ સુધી પહોંચ્યા છે. જો કે લીંબુ બાદ ટામેટાના ભાવ એકા એક વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે ટામેટાનો પણ દરેક વાનગી બનાવવામાં ઉપયોગ થાય છે.
મોંઘવારીને પગલે દરેક ચીજ / વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે.જેમાં છેલ્લા કેટલાય સમયથી લીંબુએ ચોરે અને ચોકે ચર્ચાતી વસ્તુઓમાં મોખરે છે.લીંબુના ભાવે ઐતિહાસીક સપાટી વટાવી દીધી હતી.અગાઉ ૪૦૦ રુપિયે કિલો ભાવ હતો જે ઘટીને ૨૦૦ રૂપિયા થયો થયો છે. જો કે હજી પણ આ ભાવે લીંબુ પોસાય તેમ નથી. લીંબુના હાલ ૨૦૦ રુપિયે કિલો વેચાઇ રહ્યા છે. આવી ગરમીમાં લીંબુ શરબત પીવાનું મોંઘુ બન્યુ છે. કાળઝાળ ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા.