દેશના ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે આજથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા.
મંદિરને ૧૫ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે ૧૦ હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા.
મંદિર વર્ષમાં માત્ર ૬ મહિના ભગવાન કેદારનાથના દર્શન માટે ખુલ્લું રહે છે અને બાકીના ૬ મહિના ભારે હિમવર્ષા થતી હોવાથી મંદિર બંધ રાખવામાં આવે છે. આ મંદિર વૈશાખી પછી ખુલે છે અને દીપાવલી પછી પડવા તિથિ પર બંધ થાય છે.
ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા નક્કી કરી છે. એક દિવસમાં માત્ર ૧૨ હજાર ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી શકશે. પવિત્ર યાત્રાધામ બદ્રીનાથના દ્વાર પણ ૦૮/૦૫/૨૦૨૨ થી ખોલવામાં આવ્યું.