દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૦૫ નવા કેસ નોંધાયા, ૨૨ દર્દીના મૃત્યુ

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૦૫ નવા કેસ નોંધાયા છે.

૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨૨ દર્દીના મૃત્યુ થયા છે. ૨૪ કલાકમાં દેશભરમાં ૩,૧૬૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યારે કુલ સક્રિય કેસ ૨૦,303 છે. દેશભરમાં અત્યાર સુધી ૪,૨૫,૫૪,૪૧૬ દર્દી સ્વસ્થ થયા છે.

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોના રસીના ૧૭,૪૯,૦૬૩ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોના રસીના કુલ ૧,૯૦,૦૦,૯૪,૯૮૨ ડોઝ આપવામાં આવ્યા છે.

 

૨ કલાકમાં દેશમાં કોરોનાના ૪,૮૭,૫૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૮૪.૦૩ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના રિક્વરી રેટ ૯૮.૭૪% છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૦.૭૯% અને દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૭૮% છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *