યુપીના મથુરામાં મોટો અકસ્માત થયો છે. યમુના એક્સપ્રેસ-વે ઉપર થયેલા ભયાનક અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે અને ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યમુના એક્સપ્રેસ વે પર કાર અને અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતમાં કારમાં સવાર ૩ પુરુષ, ૩ મહિલાઓ અને ૧ બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું હતું.
અકસ્માતમાં એક વ્યક્તિ અને એક બાળક ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું”