અમદાવાદમાં ફળોનો રાજા કેરી પર મોંઘવારીનું ગ્રહણ

આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે. આંબા પર માત્ર હવે ૩૦ ટકા જેટલી કેરી બચી છે. જોકે ચાલુ વર્ષે કેસર કેરીના સ્વાદ રસિયાઓને પણ કેરી કડવી લાગશે. કારણ કે આ વખતે અમદાવાદમાં કેસર કેરીના ભાવ પ્રતિકિલોએ ૨૦૦ રૂપિયાએ પહોંચી જવા પામ્યા છે.

બજારમાં કેસર કેરીનું આગમન તો થઈ ગયું પણ મોંઘવારીએ કેસર કેરીનો સ્વાદ ફિક્કો કર્યો છે. બીજી બાજુ માવઠાં અને રોગચાળાના લીધે કેસર કેરીના ભાવોમાં પણ ઘણો ઉછાળ જોવા મળ્યો છે. જેથી કેસર કેરીના રસીકો માટે આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી લાગશે.

દર વર્ષે વિદેશોમાં કેસર કેરીની ધૂમ નિકાસ થતી હોય છે. મોટા ભાગે આરબ કન્ટ્રી, યુકે તરફ વધુ કેરી એક્સપોર્ટ થાય છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે કેરીનો ભાવ ડબલ છે. કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. તેથી દર વર્ષની જેટલી માત્રામાં આ વર્ષે કેરીની નિકાસ થવાની શક્યતા ઓછી છે, કારણ કે ખેડૂતોને લોકલ માર્કેટમાં જ સારા ભાવ મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *