PSI ભરતી પરીક્ષા પરીણામનો વિવાદ: રાજ્ય સરકારે હાઇકોર્ટમા આપ્યો જવાબ

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSI ભરતીની પરીક્ષાના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારે  ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, આગામી ૨૬/૦૫/૨૦૨૨ના રોજ PSI ભરતી પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ માં લેવાયેલી PSIની ભરતીને લઈ હાઈકોર્ટમાં અરજી થઇ છે.  જેમાં ૨૫૦ વધુ અરજદારો દ્વારા અરજી કરી  GPSCની પેટન પ્રમાણે રિઝલ્ટ આપવામાં માંગ કરી હતી.

હાલ જે રીતે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તે પ્રમાણે માત્ર ૪,૩૦૦ ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિના કારણે ૮,૦૦૦ જેટલા ઉમેદવારનો અન્યાય થઈ રહ્યાં છે. જે સંદર્ભે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો વિવાદ રજૂ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, આગામી ૨૬/૦૫/૨૦૨૨ના રોજ PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહત્વનું છે કે,  ૨૫૦થી વધુ અરજદારો દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, PSIની ભરતી પરીક્ષા GPSC પેટર્ન પ્રમાણે પરીણામ આપવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *