અલ્પેશ ઠાકોર: હું ૨૦૨૨ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું

ગુજરાતમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. ત્યારે અલ્પેશ ઠાકોરનો એક વીડોયો હાલ ભારે ચર્ચામાં છે. જેમા તે કહેતા સંભળાય છે કે, હું ૨૦૨૨ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા કહ્યુ કે ૨૦૨૨ની ચૂંટણીમાં હું રાધનપુરથી જ લડીશ. તમારે મને જીતાડવાનો છે. છેલ્લા ૩ વર્ષમાં અહીંનો વિકાસ અટકી ગયો છે. તેમણે વધુમાં કહ્યુ કે, અલ્પેશ ઠાકોર લડવાનો જ છે અને જો ના લડે તો જે લોકો દગો કરે છે તે લોકોતો ભૂલી જજો કે તમે લડી શકશો.

અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં ૨૦૨૨ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *