પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આજે ૭ વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આજે ૭ વર્ષ પૂર્ણ થયા છે. ૦૯/૦૫/૨૦૧૫ માં આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ ત્રણેય જન સુરક્ષા યોજનાએ વીમા અને પેન્શન સુધી સમાન્ય જનતાની પહોંચ સરળ બનાવી છે.

છેલ્લા સાત વર્ષોમાં આ યોજનાના રજીસ્ટ્રેશનથી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થતાં દેશને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. નાણામંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું કે, આ ઓછી કિંમતની વીમા યોજના અને બાંયધરીકૃત પેન્શન યોજનાએ નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત કર્યું છે, જે થકી પહેલાં પસંદગીના લોકો માટે આ યોજનાઓ ઉપલબ્ધ હતી, હવે સમાજના દરેક વ્યક્તિ તેનો લાભ લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *